ગુજરાતી માં ગાળોની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ગાળો1ગાળો2

ગાળો1

પુંલિંગ

 • 1

  સરકાવી જવાય એવું નાડું; ફાંસો.

 • 2

  અમુક સમય.

 • 3

  મોસમ. ઉદા૰ કેરીગાળો.

 • 4

  ઘરનો વિભાગ; ખંડ.

 • 5

  બે સ્થળ કે કાળ વચ્ચેનું અંતર.

 • 6

  પહોળાઈ; પનો.

 • 7

  અમુક જગા; પ્રદેશ.

 • 8

  દળણું ઓરવાનું ઘંટીનું મોં.

 • 9

  બંગડીનો વ્યાસ.

 • 10

  શરીરનો બાંધો.

 • 11

  મોટી ગાળી; ખીણ.

 • 12

  ['ગાળવું' ઉપરથી] ફેર; વટાવ.

 • 13

  પેટમાં ગળાઈને જામેલો મળ.

 • 14

  સ્ત્રીને પહેરવાનું એક જાતનું વસ્ત્ર (ગળણા જેવું બારીક?).

ગુજરાતી માં ગાળોની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ગાળો1ગાળો2

ગાળો2

પુંલિંગ

 • 1

  જ્યાં આગળથી બે-ત્રણ શાખાઓ નીકળતી હોય તે થડનો ભાગ.