ગોટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોટો

પુંલિંગ

 • 1

  ગોળો; પિંડો.

 • 2

  ફૂલનો તોરો; કલગી.

 • 3

  ગલગોટો.

 • 4

  વાદળા જેવો ગોળો (ધૂળ, ધુમાડાનો).

 • 5

  (પેટમાં ચડે તે) ગોળો.

 • 6

  ફળની અંદરની ગોળ ચીજ (ઉદા૰ નાળિયેરનો ગોટો).

 • 7

  લાક્ષણિક છબરડો; ગોટાળો.

મૂળ

'ગોટી' પરથી