ઘૂંટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘૂંટવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  લસોટવું; પીસવું.

 • 2

  ઘેરવું; રોધવું (શ્વાસને).

 • 3

  અભ્યાસથી-પુનરાવર્તનથી પાકું કરવું ઉદા૰ અક્ષર ઘૂંટવા; રાગ ઘૂંટવો.

મૂળ

સર૰ हिं. घोटना, म. घोंटणें; दे. घुट्टग=વાસણ પર પડેલું ધાબું ઘસવાનો પથ્થર

ઘટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘટવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ઓછું કે કમી થવું.

 • 2

  (કપડું) ચડી જવું (પ્રેરક 'ઘટાડવું').

મૂળ

સર૰ हिं., म.; प्रा. घट्ट=ઘસવું (૨) ભ્રષ્ટ થવું, એ ઉપરથી?

ઘટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘટવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  યોગ્ય હોવું; છાજવું.

 • 2

  બેસતું આવવું; લાગુ પડવું (જેમ કે, શ્લોકનો અર્થ) (પ્રેરક 'ઘટાવવું').

મૂળ

सं. घट्; સર૰ म. घटणें, हिं. घटना