ઘમરડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘમરડી

સ્ત્રીલિંગ

 • 1

  ઘમરડી (ઘમર ઘમર ફરવું)+ચકરડી (ચકર ચકર ફરવું) છોકરાંની એક રમત.

ઘુમરડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘુમરડી

સ્ત્રીલિંગ

 • 1

  ચક્રાકારે ફરવું-નાચવું તે; ફૂદડી.

 • 2

  ફેર; ચક્કર.

 • 3

  પકડનારને ચુકાવી દેવા ઘૂમી જવું-ફરી જવું તે.

 • 4

  હીંચોળવું તે.

 • 5

  પેટની ચૂંક, આંકડી કે અમળાવું તે.

મૂળ

'ઘૂમવું' ઉપરથી