ગુજરાતી

માં ઘરની 6 મુખ્ય વ્યાખ્યા છે: ઘર1ઘરું2ઘેરુ3ઘેરું4ઘેર5ઘેર6

ઘર1

નપુંસક લિંગ

 • 1

  (માણસ કે પશુપંખીનું) રહેવાનું ઠેકાણું; મકાન.

 • 2

  ગૃહ; એક કુટુંબનું નિવાસસ્થાન.

 • 3

  વસ્તુને રાખવાનું કે રહેવાનું ખોખું, ખાનું, ઘોડી, ઠેકાણું વગેરે. (ઉદા૰ 'ચશ્માનું ઘર', 'સોકટીનું ઘર').

 • 4

  જ્યોતિષશાસ્ત્ર​
  ગ્રહનું જે રાશિમાં સ્થાન હોય તે.

 • 5

  કુટુંબ (કે લક્ષણાથી તેની આબરૂ, સુખસંપત્તિ, વ્યવહાર ઇ૰).

 • 6

  ઘરસંસાર (લક્ષણાથી સ્ત્રી, પુત્ર ઇ૰).

 • 7

  ખાનદાન; કુળ.

મૂળ

सं., प्रा.

ગુજરાતી

માં ઘરની 6 મુખ્ય વ્યાખ્યા છે: ઘર1ઘરું2ઘેરુ3ઘેરું4ઘેર5ઘેર6

ઘરું2

નપુંસક લિંગ

 • 1

  કોઈ વસ્તુ રાખવાનું ખોખું-ઘર (જેમ કે, ચશ્માંનું).

મૂળ

'ઘર' ઉપરથી

ગુજરાતી

માં ઘરની 6 મુખ્ય વ્યાખ્યા છે: ઘર1ઘરું2ઘેરુ3ઘેરું4ઘેર5ઘેર6

ઘેરુ3

નપુંસક લિંગ

 • 1

  કીડાએ કોરવાથી ગરેલો લાકડાનો લોટ.

મૂળ

જુઓ ગેરો, સર૰ म. घेरु

ગુજરાતી

માં ઘરની 6 મુખ્ય વ્યાખ્યા છે: ઘર1ઘરું2ઘેરુ3ઘેરું4ઘેર5ઘેર6

ઘેરું4

વિશેષણ

 • 1

  ગાઢ; પાકું (રંગના સંબંધમાં); ઘણી માત્રામાં રંગવાળું (જેમ કે ઘેરો લાલ).

 • 2

  ઊંડું; ગહન.

 • 3

  ચકચૂર; ખૂમારીવાળું (આંખના સંબંધમાં).

મૂળ

सं. गंभीर हिं. गहरा

ગુજરાતી

માં ઘરની 6 મુખ્ય વ્યાખ્યા છે: ઘર1ઘરું2ઘેરુ3ઘેરું4ઘેર5ઘેર6

ઘેર5

ક્રિયાવિશેષણ

 • 1

  ઘરે; ઘરમાં; ઘર તરફ.

મૂળ

'ઘર' પરથી

ગુજરાતી

માં ઘરની 6 મુખ્ય વ્યાખ્યા છે: ઘર1ઘરું2ઘેરુ3ઘેરું4ઘેર5ઘેર6

ઘેર6

પુંલિંગ

 • 1

  ઘેરાવ; 'સર્કમ્ફરન્સ'.

 • 2

  સમૂહ; ટોળી.

સ્ત્રીલિંગ

 • 1

  કોર પરનો ભાગ [-બાંધવી].

 • 2

  ચોટલીની આસપાસ રાખેલી ઘારી.

 • 3

  ઘેરૈયાનું ટોળું; હોળી ખેલવા નીકળેલી ટોળી.

મૂળ

'ઘેરવું' ઉપરથી?