ઘસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘસવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  એક વસ્તુને બીજી વસ્તુ પર દાબીને જોરથી આમ તેમ ખેંચવી.

 • 2

  ચોળવુ; મસળવું.

 • 3

  માંજવું (જેમ કે, વાસણ).

 • 4

  ઘસીને ધાર ચડાવવી કે ઓપ આપવો.

મૂળ

सं. घृष्, प्रा. घस

ઘૂસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘૂસવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  જોરથી કે ગમે તેમ કરી પેસી જવું.

મૂળ

दे. घुसिणिअ=ગવેષેલું; શોધેલું પરથી?સર૰ म. घुसणें; हिं. घुसना