ઘાંટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘાંટી

સ્ત્રીલિંગ

 • 1

  ઘાંટા કે કંઠની-પડજીભની જગા; હૈડિયો.

 • 2

  અવાજ; સૂર.

 • 3

  ઘાટ; બે પર્વતની કે ડુંગરાની વચ્ચેનો સાંકડો રસ્તો.

 • 4

  લાક્ષણિક મુશ્કેલીનો-બારીક સમય.

 • 5

  હરકત; અડચણ.

ઘાટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘાટી

વિશેષણ

 • 1

  દખ્ખણના ઘાટમાં રહેલી એક જાતિનું.

મૂળ

'ઘાટ'(૫) ઉપરથી

ઘાટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘાટી

પુંલિંગ

 • 1

  તે જાતનો માણસ.

 • 2

  લાક્ષણિક (મુબંઈમાં) ઘરકામ કરનાર નોકર.