ઘોડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘોડો

પુંલિંગ

 • 1

  સવારીનું એક પશુ; અશ્વ.

 • 2

  નદી કે દરિયાનું મોટું મોજું; લોઢ.

 • 3

  ઘોડા જેવા આકારની જાડી નકશીદાર ખીંટી.

 • 4

  ચાંપ-કળ (જેમ કે, બંદૂકનો).

 • 5

  મોટી ઘોડી; કોઈ વસ્તુ મૂકવા માટે બનાવેલું ઉભેડું ચોંકઠું.

 • 6

  ચાર પાંખડીનું કપાસનું કાલું.

 • 7

  અંગૂઠાની પાસેની આંગળી ઉપર પહેરવાનું એક રૂપાનું ઘરેણું.

મૂળ

જુઓ ઘોડું