ચકરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચકરું

નપુંસક લિંગ

 • 1

  જાડો રોટલો; રોટલાનો ગોળ કકડો (તિરસ્કારમાં).

 • 2

  [તુચ્છકારમાં] ચકરી પાઘડી.

ચક્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચક્ર

નપુંસક લિંગ

 • 1

  પૈડું.

 • 2

  ધારવાળું કે ગોળ હથિયાર.

 • 3

  વિષ્ણુનું એક હથિયાર-સુદર્શનચક્ર.

 • 4

  કૂંડાળું; ગોળાકાર.

 • 5

  ઘણું મોટું રાજ્ય.

 • 6

  સમૂહ; સમુદાય; મંડળ.

 • 7

  તંત્રમાં વર્ણવેલાં ગુદાથી તાળવા સુધીમાં આવતાં છ સ્થાનોમાંનું કોઈ પણ.

મૂળ

सं.

ચૂકર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચૂકર

પુંલિંગ

 • 1

  +ચાકરનોય ચાકર.

ચેકર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચેકર

વિશેષણ & પુંલિંગ

 • 1

  તપાસનાર; ચેક કરી જોનાર.