ચડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    નીચેથી ઉપર જવું (ઉદા૰ પગથિયાં ચડવાં).

  • 2

    વધવું, ઊંચે જવું (ઉદા૰ ભાવ; રેલ; સૂર; અવાજ; પૂર; સોજો ઇ૰).

  • 3

    સવાર થવું; બેસવું (ઉદા૰ ઘોડે ચડવું).

  • 4

    ચડાઈ કરવી (ઉદા૰ ગુજરાત ઉપર ચડી આવ્યો).

  • 5

    બફાવું; રંધાવું (ઉદા૰ ભાત ચડી ગયો છે).

  • 6

    ગર્વથી ફૂલવૂં.

  • 7

    ગુસ્સે થવું (ઉદા૰ ચડી ચડીને બોલે છે).

  • 8

    સંકોચાવું; ટૂંકું થવું(ઉદા૰ કપડું ચડી ગયું).

  • 9

    -ના કરતાં શ્રેષ્ઠ ઠરવું.

  • 10

    -નો નશો કે ખૂબ અસર કે પાસ લાગવો (ઉદા૰ અફીણ; દારૂ ઇ૰ તથા થાક; ક્રોધ; ઘેન; ગર્વ; કાટ; રંગ ઇ૰ ચડવું).

  • 11

    લાક્ષણિક (સર૰ અર્થ ૩) -ની લતમાં કે નાદમાં ફસાવું (ઉદા૰ નાદે, લતે, ચડસે, હઠે ચડવું).

  • 12

    (કોઈ વસ્તુની બાકી) વધવી; ચૂકતે કે અદા કરવાનું એકઠું થવું (ઉદા૰ કામ, ઉઘરાણી, ઊંઘ, થાક, પગાર, રજા, દેવું, ઉપકાર ઇ૰ ચડવાં).

  • 13

    લેપ કે અર્ચા થવી (ઉદા૰ હનુમાનને તેલ ચડવું; પીઠી ચડવી).

  • 14

    નૈવેદ્ય ઇ૰ તરીકે અપાવું (ઉદા૰ દેવને ફૂલ; નાળિયેર ચડવું -ચડાવવું).

  • 15

    -ના ઉપર ઢાંકણ કે ગેલેફ પેઠે આવવું (ઉદા૰ પૂંઠું, ગલેફ; ખોળ ઇ૰ ચડવાં).