ચઢવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચઢવું

transitive and intransitive verb & transitive and intransitive verb

 • 1

  નીચેથી ઉપર જવું (ઉદા૰ પગથિયાં ચડવાં).

 • 2

  વધવું, ઊંચે જવું (ઉદા૰ ભાવ; રેલ; સૂર; અવાજ; પૂર; સોજો ઇ૰).

 • 3

  સવાર થવું; બેસવું (ઉદા૰ ઘોડે ચડવું).

 • 4

  ચડાઈ કરવી (ઉદા૰ ગુજરાત ઉપર ચડી આવ્યો).

 • 5

  બફાવું; રંધાવું (ઉદા૰ ભાત ચડી ગયો છે).

 • 6

  ગર્વથી ફૂલવૂં.

 • 7

  ગુસ્સે થવું (ઉદા૰ ચડી ચડીને બોલે છે).

 • 8

  સંકોચાવું; ટૂંકું થવું(ઉદા૰ કપડું ચડી ગયું).

 • 9

  -ના કરતાં શ્રેષ્ઠ ઠરવું.

 • 10

  -નો નશો કે ખૂબ અસર કે પાસ લાગવો (ઉદા૰ અફીણ; દારૂ ઇ૰ તથા થાક; ક્રોધ; ઘેન; ગર્વ; કાટ; રંગ ઇ૰ ચડવું).

 • 11

  લાક્ષણિક (સર૰ અર્થ ૩) -ની લતમાં કે નાદમાં ફસાવું (ઉદા૰ નાદે, લતે, ચડસે, હઠે ચડવું).

 • 12

  (કોઈ વસ્તુની બાકી) વધવી; ચૂકતે કે અદા કરવાનું એકઠું થવું (ઉદા૰ કામ, ઉઘરાણી, ઊંઘ, થાક, પગાર, રજા, દેવું, ઉપકાર ઇ૰ ચડવાં).

 • 13

  લેપ કે અર્ચા થવી (ઉદા૰ હનુમાનને તેલ ચડવું; પીઠી ચડવી).

 • 14

  નૈવેદ્ય ઇ૰ તરીકે અપાવું (ઉદા૰ દેવને ફૂલ; નાળિયેર ચડવું-ચડાવવું).

 • 15

  -ના ઉપર ઢાંકણ કે ગેલેફ પેઠે આવવું (ઉદા૰ પૂંઠું ગલેફ; ખોળ ઇ૰ ચડવાં).