ચપટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચપટી

સ્ત્રીલિંગ

 • 1

  હાથનો અંગૂઠો અને આંગળી ભીડવાં તે.

 • 2

  તેમાં પકડાય તેટલું માપ.

 • 3

  તેમ કરીને કરાતો ચટ એવો અવાજ.

 • 4

  એ અવાજ કરતાં લાગે એટલો સમય; જરા વાર.

 • 5

  પકડ; ચીમટી.

મૂળ

सं. चप्पुटिंका; प्रा. चप्पुडिया, चप्पुडी

ચપેટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચપેટી

સ્ત્રીલિંગ

 • 1

  ઝાપોટ; તમાચો.

 • 2

  સકંચો; કબજો (ખાસ કરીને ભૂતના વળગણ માટે).

 • 3

  નુકસાન; આફત.

મૂળ

सं. चपेट, चपेटिका