ચાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાલ

પુંલિંગ

 • 1

  રિવાજ.

મૂળ

'ચાલવું' પરથી

સ્ત્રીલિંગ

 • 1

  લાક્ષણિક ચાલવાની પદ્ધતિ; હીંડછા.

 • 2

  ચાલવાની ગતિ.

 • 3

  [રમતમાં] કૂટી વગેરે ચલાવવી તે કે તેનો દાવ.

 • 4

  ચાલચલગત; વર્તણૂક.

 • 5

  ચાલી; પાઘડીપને બાંધેલી અનેક ઓરડી ઓવાળી ઇમારત (જેમ કે, મુંબઈમાં).

ચાલુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાલુ

વિશેષણ

 • 1

  હાલનું; વર્તમાન.

 • 2

  ચાલતું; જારી.

મૂળ

'ચાલવું' ઉપરથી