ચોકડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોકડું

નપુંસક લિંગ

 • 1

  કાનનું એક ઘરેણું.

 • 2

  ગાડા ઉપર માલ ભરવા મૂકવામાં આવતું લાકડાનું પાંજરું.

 • 3

  ઘોડાના મોંમાં રહેતો લગામનો લોઢાનો ભાગ.

 • 4

  ચોકડી X (તુચ્છકારમાં).

 • 5

  લાક્ષણિક લગામ; અંકુશ; દાબ.

 • 6

  રેશમનાં ભરતની એક તરેહ.

 • 7

  ચારનો સમુદાય.

મૂળ

सं. चतुष्क ઉપરથી