છંડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છંડવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  છાંડવું; તજવું.

 • 2

  ફારગતી આપવી.

 • 3

  ભાણામાં પડી રહેવા દેવું.

છડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છડવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ખાંડીને છોડાં જુદા કરવાં.

 • 2

  લાક્ષણિક મારવું; ઠોકવું.

 • 3

  છોડવું; છાંડવું.

 • 4

  છેતરી કે ચોરી લેવું.

છેડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છેડવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  અટકચાળું કરવું; ખીજવવું.

 • 2

  ટકોરવું; જરા હળવો સ્પર્શ કરવો (જેમ કે, વીણાના તાર છેડવા, વાત છેડવી).