છત ની ગુજરાતીમાં વ્યાખ્યા

છત

સ્ત્રીલિંગ

 • 1

  હોવાપણું; હસ્તી.

 • 2

  પુષ્કળપણું; ભરતી.

 • 3

  લાક્ષણિક સત્ત્વ; હીર.

 • 4

  ઓરડો કે મકાનના છાપરાનો અંદરનો ભાગ–'સીલિંગ'; ચંદરવો; વિતાન.

 • 5

  ધાબું; અગાશી.

પુંલિંગ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો ક્ષત; ઘા.

છતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છતું

વિશેષણ

 • 1

  હોતું; જીવતું; વિદ્યમાન.

 • 2

  ચત્તુ; સવળું.

 • 3

  સીધું; પાંસરું.

 • 4

  ઉઘાડું; જાહેર.

મૂળ

सं. सत् ઉપરથી

છતે ની ગુજરાતીમાં વ્યાખ્યા

છતે

અવ્યય

 • 1

  એક નકામો વપરાતો શબ્દપ્રયોગ (જેમ કે, છતે તમે ક્યારે આવશો?).

 • 2

  હોવા છતાં 'છતું'નું 'સતિ સપ્તમી' પ્રયોગનું રૂપ (જેમ કે, છતે પગે લૂલો છું.).