જગત ની ગુજરાતીમાં વ્યાખ્યા

જગત

નપુંસક લિંગ

 • 1

  સૃષ્ટિ; વિશ્વ.

 • 2

  દુનિયા; પૃથ્વી.

 • 3

  લાક્ષણિક લોકો; લોકમત (જેમ કે, જગત જિતાયું નથી.).

મૂળ

सं.

જુગતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જુગતું

વિશેષણ

 • 1

  બંધબેસતું; યોગ્ય.

મૂળ

सं. युक्त

જુગતે ની ગુજરાતીમાં વ્યાખ્યા

જુગતે

અવ્યય

 • 1

  જુક્તિભેર.

 • 2

  જુગતું; યોગ્યતાપૂર્વક, જેમ કે, જુગતે જોડું.

જુગત ની ગુજરાતીમાં વ્યાખ્યા

જુગત

સ્ત્રીલિંગ

 • 1

  જુક્ત; ઉપાય; કરામત; તદબીર.

 • 2

  રીત; પ્રકાર.

જુગત ની ગુજરાતીમાં વ્યાખ્યા

જુગત

વિશેષણ

 • 1

  જુક્ત; જોડેલું.

 • 2

  યોગ્ય; અનુકૂળ.

મૂળ

सं. युक्त