જૈન ની ગુજરાતીમાં વ્યાખ્યા
જૈન
વિશેષણ
- 1
જિને (તીર્થંકરે) પ્રવર્તાવેલું.
- 2
જૈન ધર્મને લગતું.
મૂળ
सं.
જૈન ની ગુજરાતીમાં વ્યાખ્યા
જૈન
પુંલિંગ
- 1
જિનનો ઉપાસક; શ્રાવક.
મૂળ
सं.
જન ની ગુજરાતીમાં વ્યાખ્યા
જન
પુંલિંગ
- 1
માણસ (એ૰ વ૰માં સામાન્ય રીતે સમાસમાં, ઉદા૰ પ્રજાજન, સ્વજન, પ્રિયજન).
- 2
જનતા; લોકોનો સમુદાય (જેમે કે, જનને ઢાંકણું નહિ; સાંભળીએ જનનું, કરીએ મનનું).
- 3
સાત લોક મનાય છે તેમાંનો પાંચમો; જનલોક.
મૂળ
सं.
જૂન ની ગુજરાતીમાં વ્યાખ્યા
જૂન
પુંલિંગ
- 1
ખ્રિસ્તી સનનો ૬ઠ્ઠો મહિનો.
મૂળ
इं.
જૂનું ની ગુજરાતીમાં વ્યાખ્યા
જૂનું
વિશેષણ
- 1
પુરાણું; પ્રાચીન; અગાઉનું.
- 2
જર્જરિત; જીર્ણ.
- 3
ઘણો વખત થયેલું (જેમ કે, જૂનો ગોળ; જૂનો મિત્ર); ઘણો વખત વાપરેલું (જેમ કે, જૂનું વાસણ ઇ૰).
- 4
રીઢું; નામીચું; અનુભવી (જેમ કે, જૂનો ચોર, જોગી, પાપી ઇ૰).