જમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જમ

પુંલિંગ

 • 1

  યમ; નિગ્રહ; સંયમ.

 • 2

  અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ અને અસ્તેય એ પાંચ.

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  મૃત્યુનો દેવ.

જમે ની ગુજરાતીમાં વ્યાખ્યા

જમે

વિશેષણ

 • 1

  જમા; એકઠું થયેલું; એકઠું.

 • 2

  જમા બાજુનું.

મૂળ

अ. जमअ

જમે ની ગુજરાતીમાં વ્યાખ્યા

જમે

સ્ત્રીલિંગ

 • 1

  જમા; એકઠું થયેલું; એકઠું.

 • 2

  જમા બાજુનું.

 • 3

  આવક; ઊપજ; વસૂલ.

 • 4

  સરવાળો; જુમલો.

જેમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જેમ

અવ્યય

 • 1

  જે રીતે.

મૂળ

अप. जिध(-म), जेम; सं. यथा; સર૰ हिं. जिमि