જામવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જામવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  એકઠું થવું; છૂટાં છૂંટાં તત્ત્વોનું એકત્ર થવું (જેમ કે, ટોળું જામ્યું; કચરો, મેલ જામ્યો).

 • 2

  ઘન થવું; ઠરવું; બાઝવું, બંધાવું (જેમ કે, દૂધ, બરફ જામવાં).

 • 3

  સ્થિર કે દૃઢ થવું (જેમ કે, ખીલો જામવો).

 • 4

  બરોબર ચાલવું; પૂરું રંગમાં આવવું; પુરબહાર થવું; મચવું (જેમ કે, મૈત્રી, ધંધો, યુદ્ધ જામવાં).

મૂળ

अ. जमअ પરથી