જાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા
જાળ
સ્ત્રીલિંગ
- 1
જાલ; માછલાં, પંખી વગેરે પકડવા માટેની જાળી.
- 2
ઘણી વસ્તુઓ ગૂંચવાઈ ને થયેલું જાળું.
- 3
ફાંદો; ફરેબ.
- 4
ભમરડો ફેરવવાની દોરી.
જાળું ની ગુજરાતીમાં વ્યાખ્યા
જાળું
નપુંસક લિંગ
- 1
એકબીજા સાથે ગૂંચવાઈ કે ગૂંથાઈને બનેલું કોકડું; ધુંગું (જેમ કે, છોડ વેલા ઇ૰નું).
- 2
કરોળિયાનું બાવું (જાળું બાઝવું ઘરમાં, કરોળિયાનું).
- 3
આંખની છારી (જાળું વળવું આંખમાં).
- 4
જાળ; ફાંસલો (જેમ કે, કપટનું જાળું).
મૂળ
सं. जाल