જોઈવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જોઈવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ખપ, જરૂર કે ઇચ્છા હોવી.

  • 2

    સામાન્ય કૃદંત જોડે વપરાતાં 'તે ક્રિયા કરવાની જરૂર કે ફરજ હોવી' એમ અર્થ થાય છે. ઉદા૰ તમારે જવું જોઈએ. [આ ક્રિ૰ અપૂર્ણ છે. જોઈએ, જોઈતું, જોઈશે, એ ત્રણ રૂપે જ સામાન્યપણે જોવા મળે છે. સુરત બાજુ 'જોઈવાનું' રૂપ પણ વપરાય છે. જેમ કે, કાલે મારે આ ચોપડી જોઈવાની છે=જોઈશે.].

મૂળ

सं. योजय, प्रा. जोअ પરથી?