જોડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જોડવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  જુદી વસ્તુઓનો સંબંધ કરવો-સાંધવી; ભેગું કરવું; વળગાડવું.

 • 2

  છૂટા ભાગો કે ઘટકોને ભેગા કરી એક આખી રચના કરવી. (જેમ કે, વાક્ય કે કવિતા જોડવી; સાઇકલ કે યંત્ર જોડવું).

 • 3

  (વાહન કે કામમાં) લગાડવું; જોતવું (જેમ કે, ગાડીએ બળદ ઘોડો જોડવો; હળે કે ઘાણીએ બળદ જોડવો).

 • 4

  વાહનને કે ઓજારને બળદ ઘોડો જોતીને તૈયાર કરવું (જેમ કે, ઘાંચી ઘાણી જોડશે; હળ જોડો એટલે જઈએ. ગાડાં જોડીને સૌ નીકળ્યા.).

 • 5

  ખોટ કે નુકસાન આવે ત્યારે ભરી આપવું; ખૂટતું પૂરું કરી આપવું; ભરપાઈ કરવી (જેમ કે, મારે એમાં ઘરના સો જોડવા પડ્યા.).

 • 6

  એક સાથે બીજાને તેના અનુસંધાનમાં લગાડવું, સાથે સાંધવું (જેમ કે, ગાડીને એંજિન કે ડબા જોડવા; પુસ્તકને અંતે સૂચિ જોડવી; 'ક' ને 'ષ' જોડવાથી ક્ષ થાય; ઇ૰).

 • 7

  રચવું; ઘડવું (જેમ કે, પ્રીત જોડવી; વાત જોડવી.).

 • 8

  સાથે કરવું; એકઠું કરવું (જેમ કે, 'તેણે ખૂબ પૈસો જોડ્યો છે,' 'પુણ્ય જોડવું').

 • 9

  એક સાથે બીજાને ભેગું કરવું (જેમ કે, હાથ જોડવા).

મૂળ

सं. जुड्=બાંધવું; प्रा. जोड (सं. योजय्) સંયુક્ત કરવું

જોડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જોડવું

નપુંસક લિંગ

 • 1

  જોડું; જોડકું.

 • 2

  પગની આંગળીએ પહેરાતો કરડો.

મૂળ

જુઓ જોડ, સર૰ हिं. जोडवाँ, म. जोडवें