જોર ની ગુજરાતીમાં વ્યાખ્યા

જોર

નપુંસક લિંગ

 • 1

  બળ; શક્તિ; કૌવત.

 • 2

  શ્રમ; મહેનત (ઉદા૰ એટલું કરત તો શું જોર પડત?).

 • 3

  વશ; કાબૂ; ચલણ (ઉદા૰ મારું એના ઉપર કાંઈ જોર છે કે માને?).

 • 4

  ચડતી; તેજી; જોસ; વેગ (ઉદા૰ ભાઈનું કામ કાંઈ જોરમાં દેખાય છે! તાવનું જોર ઇ૰).

 • 5

  દાબ; ભાર; વજન (ઉદા૰ આ બળદ નાનો હોવાથી તેને વધારે જોર આવે છે.).

મૂળ

फा.

જોરુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જોરુ

સ્ત્રીલિંગ

 • 1

  બૈરી; વહુ.

મૂળ

हिं.