ઝડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝડ

સ્ત્રીલિંગ

 • 1

  ઝડઝમક; (કવિતામાં) એક શબ્દાલંકાર (વૃત્ત્યનુપ્રાસ અને શ્રુત્યનુપ્રાસ બેઉ તેમાં મળેલા હોય છે.).

 • 2

  એક જાતનો તાલ.

 • 3

  લહે; લગની.

 • 4

  ઝડી; એકી સપાટે-જોરભેર વરસવું તે.

 • 5

  રમઝટ; ઝપાટો (-વરસવી).

 • 6

  કાઠિયાવાડી લૂંટ (ઝડ કરવી).

ઝંડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝંડ

પુંલિંગ

 • 1

  એક ભૂત; જીન.

મૂળ

फा. ज़िद?

ઝંડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝંડ

વિશેષણ

 • 1

  [?] અલમસ્ત; માતેલું.

 • 2

  લુચ્ચું; મત્સરવાળું.

ઝુંડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝુંડ

નપુંસક લિંગ

 • 1

  જૂથ; ટોળું.

મૂળ

सं. यूथ પરથી ? સર૰ म., हिं.

ઝૂડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝૂડ

નપુંસક લિંગ

 • 1

  મોટો મગર.

 • 2

  ચૂડ; મજબૂત પકડ.

 • 3

  એક જાતનું ભૂત-ઝોડ.