ઝલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝલ

પુંલિંગ & પુંલિંગ

 • 1

  એક ઊડતો જીવડો.

મૂળ

सं. झला

ઝલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝલું

વિશેષણ

 • 1

  તૈયાર; તત્પર (સેવા કરવામાં).

ઝલે ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝલે

સ્ત્રીલિંગ

 • 1

  ઝલક.

મૂળ

अ. जिलह? सं. झला?

ઝૂલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝૂલ

સ્ત્રીલિંગ

 • 1

  ઝૂલવું તે; તેથી ઝૂકીને પડતો ઝોળો કે ઝુકાવ.

 • 2

  શોભા માટે રાખેલી ઝૂલતી કિનાર; ચીણવાળી કોર.

 • 3

  કવિતામાં (લાવણી ઇ૰માં) આવતો આંતરો.

 • 4

  બળદ કે ઘોડાને પહેરાવાતો ઓઢો.

મૂળ

'ઝૂલવું' ઉપરથી