ઝીણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝીણું

વિશેષણ

 • 1

  બારીક; નાનું (જેમ કે, ઝીણું કાણું).

 • 2

  તીણું; અણીદાર (ઝીણી અણી, ધાર ઇ૰).

 • 3

  પાતળું; બારીક (ઝીંણું કપડું).

 • 4

  નાજુક; ઝીણવટ અને સંભાળની જરૂરવાળું (જેમ કે, ઝીણુંકામ; ઝીણી વાત; ઝીણી આંખ).

 • 5

  (અવાજમાં) ધીમું ને પાતળું; મંદ; ધીમું (જેમ કે, ઝીણું ઝીણું બોલવું).

 • 6

  લાક્ષણિક ઝીણવટભેર વર્તનાર-કામ કરનાર (માણસ) (જેમ કે, અહીં ઝીણા માણસનું કામ છે).

 • 7

  બહુ કરકસરિયું; કંજૂસ જેવું.

મૂળ

सं. क्षीण; प्रा. झिण; झिण्ण

ઝીણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝીણ

સ્ત્રીલિંગ

 • 1

  ઝેણ; ઝીણ; ઝીણી રજોટી (જેમ કે, પીંજાતા રૂની, તમાકુની).

 • 2

  વરસાદની ફરફર; પાણીની છાંટ.

મૂળ

'ઝીણું' ઉપરથી

ઝીણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝીણ

નપુંસક લિંગ

 • 1

  કેરીની ગોટલી પર બંધાતું શરૂનું જાળીદાર પડ.