ટક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટક

અવ્યય

 • 1

  ટંકાવાથી થતો અવાજ, યા ખટ દઈને થતો અવાજ (જેમ કે, ઘડિયાળનો, કૅમેરાની કળનો.).

 • 2

  લાક્ષણિક 'કેવો બન્યો !' એવો ભાવ બતાવતો ઉદ્ગાર. (ફોટા પાડવા જેવું મોં થાય તે પરથી.).

મૂળ

રવાનુકારી; સર૰ हिं., म.

ટંક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટંક

પુંલિંગ

 • 1

  છાપ મારેલો સિક્કો; ટકો.

 • 2

  પૈસાભાર; ટાંક.

મૂળ

सं.

ટંક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટંક

સ્ત્રીલિંગ

 • 1

  નક્કી વેળા-વખત (જેમ કે, ખાવાનો દોહવાનો).

ટુક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટુક

પુંલિંગ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો ટુકડો.

મૂળ

सं. स्तोक?સર૰ हिं. म. टुक, का. टूकि=સારાંશ

ટૂંક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટૂંક

સ્ત્રીલિંગ

 • 1

  સ્વમાનની ટેક-લાગણી.

 • 2

  કવિતાની ટૂક.

  જુઓ ટુક

મૂળ

'ટોકણી'-ટોકવાની અસર

ટૂંક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટૂંક

વિશેષણ

 • 1

  જુઓ ટૂંકું.

ટૂંકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટૂંકું

વિશેષણ

 • 1

  લાંબું કે વિસ્તૃત નહિ એવું.

ટૂક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટૂક

સ્ત્રીલિંગ

 • 1

  ટોચ; શિખર.

 • 2

  તૂક; કવિતાની અમુક કડીઓનો સમૂહ.

  જુઓ ટૂક

ટૅંક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટૅંક

સ્ત્રીલિંગ & સ્ત્રીલિંગ

 • 1

  ટૅન્ક; પોલાદી બખતરવાળું, યુદ્ધનું એક વાહન; રણગાડી.

મૂળ

इं.

ટેક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટેક

masculine and feminine noun & masculine and feminine noun

 • 1

  પણ; નિશ્ચય.

 • 2

  શાખ; આબરૂ.

 • 3

  ટેકો.

 • 4

  કવિતાનું ધ્રુવપદ.

મૂળ

જુઓ ટેકવું; સર૰ हिं., म.