ટપણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટપણું

નપુંસક લિંગ

 • 1

  અસ્ત્રો ચડાવવા માટેનો ચામડાનો કકડો.

મૂળ

'ટપ' પરથી

ટૂંપણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટૂંપણ

નપુંસક લિંગ

 • 1

  મૂળમાંથી ચૂંટી નાખવું તે.

 • 2

  નીંદણ.

 • 3

  ખૂબ ગૂંદવું-મસળવું તે.

 • 4

  ટૂંપવાનું ઘી કે તેલ; ટૂમણ.

મૂળ

'ટૂંપવું' ઉપરથી

ટૂંપણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટૂંપણું

નપુંસક લિંગ

 • 1

  ટૂંપવું તે.

 • 2

  ટૂંપવાનું ઓજાર.

મૂળ

'ટૂંપવું' ઉપરથી