ઠરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠરવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  સ્થિર થવું; થોભવું.(જેમ કે, ઠરીઠામ થવું).

 • 2

  નક્કી થવું; નિશ્ચય પર આવવું (જેમ કે. ભાવ, મહુરત, કોઈ વાત કે વિચાર ઇ૰).

 • 3

  જામવું; તળિયે બેસવું (જેમ કે, ઘીમાં બગરું ઠરે; પાણીનો કચરો ઠરે.).

 • 4

  ઠંડીથી જામીને બાઝવું કે ઘટ થવું (જેમ કે, ઘી ઠરે, લાડુ ઠરે, બરફ ઠરે.).

 • 5

  ઠંડું થવું (જેમ કે, ભાત ઠરી ગયો.).

 • 6

  ટાઢે મરવું; ટાઢ વાવી.

 • 7

  (અગ્નિ કે દીવો) ઓલવાવું; બુઝાવું.

 • 8

  લાક્ષણિક ઠડક કે શાંતિ કે તૃપ્તિ થવી (જેમ કે, છાતી, આંતરડી, આંખ ઠરવી).

 • 9

  (આંખ) મીંચાવી; ઊંઘ આવવી (જેમ કે, આંખ જરા ઠરી ત્યાં તો ગરબડ થવા લાગી).

મૂળ

सं. स्थिर, प्रा.ठिर, थिर? સર૰ हिं ठहरना, ठरना (=ટાઢે ઠરવું); म. ठरणें ઠરાવ થવો (૨) રહેવું; થોભવું

ઠેરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠેરવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  બનવું; થવું.

 • 2

  રહેવું; થોભવું.

મૂળ

સર૰ ઠરવું