ઠોકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠોકવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  એક વસ્તુ પર બીજી વસ્તુ જોરથી ટીચવી-અફાળવી. (જેમ કે, ખીલો, બારણું, ઇ૰).

 • 2

  માર મારવો; પીટવું; લગાવવું.

 • 3

  ગપ મારવી (જેમ કે, આ તો તેણે ઠોકી જ લાગે છે.).

 • 4

  ખૂબ ખાવું.

 • 5

  બરાબર, સચોટ, ને ધકેલી દેતા હોઈએ એમ કાંઈ કરવાનો ભાવ બતાવવા વપરાય છે. જેમ કે, તાર ઠોકવો; અરજી કે દાવો ઠોકવો.

 • 6

  તંબુ ઠોકવો=તંબુ બાંધવો કે રોપવો.

મૂળ

રવાનુકારી? સર૰ प्रा. ठुक्क=છોડવું; हिं. ठोकना, म. ठोकणें