ડાઘ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડાઘ

પુંલિંગ

 • 1

  (ગંદો દેખાય એવો) ડપકો.

 • 2

  લાક્ષણિક કલંક; બટ્ટો.

 • 3

  કીનો; ખાર.

ડાઘુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડાઘુ

પુંલિંગ

 • 1

  મડદાને બાળવા લઇ જનારો; ખાંધિયો (પ્રાય: બ૰વ૰માં જથાવાચક અર્થમાં વપરાય છે.).

મૂળ

જુઓ દાઘ