ડામણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડામણ

નપુંસક લિંગ

 • 1

  ઘોડાંગધેડાં નાસી ન જાય તે માટે તેમના પગને જકડવાનું દોરડું.

 • 2

  રેંટિયાના પૈડાનાં પાંખિયાં બાંધવાની દોરી.

 • 3

  અંગરખાના છેડાનું ઓટણ.

 • 4

  ['ડાબું' ઉપરથી?] (વહાણ જમણી તરફ વાળવા) સુકાન ડાબી તરફ ફેરવવું તે.