ઢાળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢાળવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  નીચે નાંખવું; નમાવવું (જેમ કે, આંખ).

 • 2

  પાથરવું (જેમ કે, ખાટલો).

 • 3

  ટીપાં રૂપે પાડવું; ગેરવવું (જેમ કે, આંસુ).

 • 4

  પાકની કાપણી કરવી.

 • 5

  પાકનો અંદાજ કાઢવો.

 • 6

  ગાળીને ઢાળકી પાડવી; બીબામાં રેડવું.

મૂળ

दे. ढाल =નીચે નાંખવું (૨) ચામર કે વા ઢોળવો. સર૰ हिं. ढालना, म. ढाळ्णें

ઢાળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢાળવું

નપુંસક લિંગ

 • 1

  કોળી વગેરેનાં બૈરાં સાલ્લા ઉપર જે લૂગડું બાંધે છે તે.