તંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તંગ

વિશેષણ

 • 1

  ભિડાતું; ચપસીને આવી રહેતું; સાંકડું.

 • 2

  તાણેલું; કસેલું.

 • 3

  છૂટ વગરનું; ખેંચાતું (નાણાં કે વેપારની બાબતમાં).

 • 4

  લાક્ષણિક કાયર; કંટાળેલું.

 • 5

  મન ઊંચાં થાય એવું.

 • 6

  કંજૂસ; અનુદાર; સંકુચિત.

મૂળ

फा.

તંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તંગ

પુંલિંગ

 • 1

  ઘોડાનું જીન ખસી ન જાય તે માટે પેટને કસીને બાંધેલો પટો.

તુંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તુંગ

વિશેષણ

 • 1

  ઊંચું.

મૂળ

सं.

તુંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તુંગ

પુંલિંગ

 • 1

  પર્વત.

 • 2

  ટોચ; શિખર.

તુંગું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તુંગું

વિશેષણ

 • 1

  જાડું; ભરાઉ; સ્થૂલ.

મૂળ

फा. तुंग

તુંગું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તુંગું

નપુંસક લિંગ

 • 1

  ચવડા ઉપરનો હળનો જાડો ભાગ.

 • 2

  ફૂલેલું પેટ.

 • 3

  લાક્ષણિક રીસથી ચડેલું મોં.

તેગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તેગ

સ્ત્રીલિંગ

 • 1

  નાની તલવાર; કટાર.

મૂળ

फा.