તાંત ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાંત

સ્ત્રીલિંગ

 • 1

  ચીકણા પદાર્થનો તંતુ; ચીકણો તાર.

 • 2

  આંતરડાની બનાવેલી દોરી.

 • 3

  એક જાતનો જડાવ દાગીનો.

મૂળ

सं. तंतु; સર૰ हिं.

તાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાત

પુંલિંગ

 • 1

  પિતા; બાપ.

 • 2

  (ખાસ કરીને હાથ નીચેનાં માણસો, શિષ્યો કે બાળકો માટે) વહાલનું એક સંબોધન.

મૂળ

सं.

તાતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાતું

વિશેષણ

 • 1

  ખૂબ ગરમ-તપેલું.

 • 2

  આકળા સ્વભાવનું; ગરમ મિજાજનું.

 • 3

  તરતનું; તાજું.

 • 4

  તેજસ્વી.

મૂળ

सं.तप्त;प्रा.तत्त