તોડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તોડવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  જોડાયેલું કે વળગેલું યા લાગેલું હોય તેને જોર વાપરીને છૂટું કરવું. જેમ કે, ઝાડની ડાળ; કેરી આંબેથી તોડવી.

 • 2

  ચૂંટવું; ચૂંટીને અલગ લેવું; ઉતારવું. જેમ કે, ફૂલ, શાક ઇ૰.

 • 3

  ભાંગવું; ફોડવું. જેમ કે, કાચ, લમણો, હાથ ઇ૰.

 • 4

  અલગ બે ભાગ કરવા; ટુકડો કરી નાંખવો. જેમ કે, વાળ, તાર ,દોરો.

 • 5

  લાક્ષણિક ભંગ કરવો; ભંગાણ પાડવું. જેમ કે, વચન, મૈત્રી, દલીલ ઇ૰.

 • 6

  ઉતારી પાડવું; અનાદર કરવો; નિંદવું.

 • 7

  (ધંધા ઇ૰ માં) તૂટે એમ કરવું.