તોડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

તોડો

પુંલિંગ

 • 1

  ટોડો; પગનું સાંકળું.

 • 2

  હજાર રૂપિયાની થેલી.

 • 3

  પૂણીઓ કાંતતાં પડેલો ફોદો.

 • 4

  કાચું તોડેલું ફળ (કેરી, કોઠું વગેરે).

 • 5

  ટોલ્લો.

  જુઓ ટોડો

 • 6

  મિનારો; શિખર; કાંગરો.

 • 7

  વાવની ઉપરની દીવાલ.

 • 8

  ચણતરમાં દીવાલની જાડાઈની દિશામાં મુકાતી ઈંટ (દીવાલની લંબાઈની દિશામાં મુકાતીને 'પટ્ટી' કહે છે.).

 • 9

  બંદૂકની જામગરી.

  જુઓ ટોટો

મૂળ

સર૰ हिं., म. तोडा; दे. तोडर