થવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

થવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    બનવું; અસ્તિત્વમાં આવવું; કાંઈ બનવું-રચાવું કે તેની તૈયારી ચાલવી (કોઈ પદાર્થ, પ્રસંગ કે ભાવ માટે વપરાય છે. ઉદા૰ રસોઈ થઈ; બળવો, ક્રોઘ, મોહ થવો).

  • 2

    નીપજવું; પેદા થવું. (જેમ કે કહ્યે કશું નહિ થાય; ઝાડે ફળ થાય; ઉધરસ થવી ઇ૰).

  • 3

    (અમુક સમય, અંતર, વજન, ઇ૰ પરિમાણ) અસ્તિત્વમાં આવવું; માપમાં હોવું; ગુજરવું (સમય); (વજનમાં) ઊતરવું, ઇ૰. (જેમ કે, કલાક થયો; વખત થાય છે. એક ગાઉ થાય. શાક મણ થયું.).

  • 4

    લાગવું; પ્રતીતિ પડવી. (જેમ કે, મને એમ થાય છે કે જઈ આવું.).

  • 5

    અનુભવમાં આવવું; લાગુ પડવું. (જેમ કે, મને દુઃખ થાય છે; એને રોગ થયો ઇ૰).

  • 6

    વર્તમાન કૃ૰ની સહાયથી, તે ક્રિયા કરવા માંડવી એવો અર્થ બતાવે છે. [જેમ કે, ખાતો થા; ભણતી થા].

મૂળ

सं. स्था, प्रा. था?