દુખાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દુખાવ

પુંલિંગ

 • 1

  દુખવું તે; પીડા; વેદના.

દુખાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દુખાવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  દુખ પામવું; દુખવું.

મૂળ

'દુખવું'નું ભાવે

દેખાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દેખાવ

પુંલિંગ

 • 1

  દેખાવું તે; દૃશ્ય.

 • 2

  આકાર; આકૃતિ.

 • 3

  લાક્ષણિક જૂઠો દેખાવ; ડોળ (દેખાવ કરવો).

દેખાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દેખાવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  જોવાવું; જણાવું; નજરે પડવું; સૂઝવું.

મૂળ

'દેખવું'નું કર્મણિ