દડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

દડો

પુંલિંગ

 • 1

  ગોળાકાર ચીજ (ખાસ કરીને રમવાની તે).

મૂળ

'દડવું' 'દડવડવું' (ગબડવું) ઉપરથી?

દૂંડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

દૂંડો

પુંલિંગ

 • 1

  ડૂંડો; નમૂનો; ફરમો.

 • 2

  ડૂંટો; મોટી દૂંટી.

 • 3

  ડૂંટા જેવો ઊપસી આવેલો ભાગ.

 • 4

  મોટું ડૂંડું.

દંડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

દંડો

પુંલિંગ

 • 1

  ટૂંકી જાડી લાકડી; ડંડો.

 • 2

  મોઈ સાથેનો દંડો.

મૂળ

सं. दंड