દાંતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાંતી

સ્ત્રીલિંગ

 • 1

  એક વનસ્પતિ.

મૂળ

प्रा. दंती?

દાંતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાંતી

સ્ત્રીલિંગ

 • 1

  દાંતાની વચમાંના અંતરને ઓછુ કરવા તુવેરની દાળ ડાંગર વગેરે ઘાલી સજ્જડ કરેલી કાંસકી (લીખ વગેરે કાઢવા સારુ).

 • 2

  નવા દાંત ફૂટતા હોય ત્યારે બાળકને પહેરવાનું ઘરેણું, જેમાં વાઘનખ, ઘુવડનો પગ વગેરે હોય છે.

 • 3

  ધારિયું.

 • 4

  ખેડૂતનું એક વાવણીનું ઓજાર; ચાઓળ.

 • 5

  તડ; ફાટ.

 • 6

  ઘસરકાને લીધે થયેલો કે દાંતથી મૂકેલો દોરા પરનો કાપ.

મૂળ

'દાંત' ઉપરથી