ધણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધણી

પુંલિંગ

 • 1

  માલિક.

 • 2

  પતિ.

મૂળ

सं. धनिन् , प्रा. धणि (oअ.); સર૰ म.

વિશેષણ

 • 1

  માલિક જેમ કે, આનો કોઇ ધણી નથી.

ધૂણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધૂણી

સ્ત્રીલિંગ

 • 1

  ધુમાડી; કાંઈ બળતાં તેમાંથી હવામાં જતી રજોટી.

 • 2

  જોગીબાવાઓની આગળનો અખંડ અગ્નિ કે તેનું સ્થાન.

મૂળ

સર૰ म. धुणी; हिं. धूनी