ધરવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધરવ

પુંલિંગ

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી ધર્વ; સંતોષ.

ધરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધરવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  સાહવું; પકડવું.

 • 2

  પહેરવું.

 • 3

  ધારણ કરવું; (વેષ, રૂપ, જન્મ ઇ૰).

 • 4

  પાસે મૂકવું; -ની આગળ રજૂ કરવું.

મૂળ

सं. धृ , प्रा. धर

ધર્વ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધર્વ

પુંલિંગ

 • 1

  ધરવ; તૃપ્તિ; સંતોષ.

મૂળ

'ધરાવું' ઉપરથી

ધ્રુવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધ્રુવ

વિશેષણ

 • 1

  સ્થિર; નિશ્વળ.

 • 2

  નિશ્વિત.

મૂળ

सं.

ધ્રુવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધ્રુવ

પુંલિંગ

 • 1

  પૃથ્વી જે કલ્પિત આંસ પર ફરે છે તેના ઉત્તર અને દક્ષિણ બે છેડામાંનો પ્રત્યેક.

 • 2

  તે છેડાના સ્થાન પાસેનો તારો.

 • 3

  પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
  લોહચુંબકનો એક છેડો; 'પોલ'.

 • 4

  એક અટક.

ધ્રુવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધ્રુવ

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  ઉત્તાનપાદનો પુત્ર-પ્રખ્યાત વિષ્ણુભક્ત.