નિઃ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિઃ

અવ્યય

  • 1

    એક ઉપસર્ગ; 'વિનાનું', 'રહિત' એવા અર્થોમાં નામને લગાડાતો પૂર્વગ. ક્રિયાપદોને લાગતાં તે વિયોગ, ચોકસતા, પૂર્ણતા, ઉલ્લંઘન. વગેરે અર્થો બતાવે છે. સ્વરો અને ઘોષ વ્યંજનો પહેલાં તેનું રૂપ निर् થાય છે ; અને ઊષ્માક્ષરો આગળ નિ: કે પછીના ઊષ્માક્ષર મુજબ નિશ્, નિસ્ થાય છે (જેમ કે, નિઃશબ્દ, નિશ્શબ્દ, નિઃસત્ત્વ, નિસ્સત્વ); તથા ચ અને છ પહેલા નિશ્ થઈ જાય છે; અને ક તથા પ પહેલાં નિષ્ થઈ જાય છે. (જેમ કે, નિશ્ચલ, નિષ્કપટ).

મૂળ

सं.