પકડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પકડવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ઝાલવું; ગ્રહવું.

 • 2

  ધારણ કરવું; ધરી રાખવું. જેમ કે, રંગ.

 • 3

  નાસતું કે છટકી જતું રોકવું.

 • 4

  ખોળી કાઢીને હાથ કરવું. જેમ કે, ભૂલ પકડવી, ગુનેગારને પકડવો.

 • 5

  આકલન કરવું; મનથી પામવું. જેમ કે, અર્થ પકડવો, વાત પકડવી.

 • 6

  કેદ કરવું (ગુનેગાર માનીને); 'એરેસ્ટ'.

મૂળ

सं. प्र+कल् પરથી ? સર૰ हिं. पकडना, म. पकडणें