પચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પચ

અવ્યય

  • 1

    પચ એવો દબાવાનો પોચાપણાનો અવાજ.

મૂળ

રવ; સર૰ सं. पिच्य्, हिं. पचकना; म. पचकन

પેચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેચ

પુંલિંગ

  • 1

    આંટો; વળ.

  • 2

    વળવાળી ખીલી; સ્ક્રૂ.

  • 3

    યુક્તિ; તદબીર; પ્રપંચ.

  • 4

    ફાંદો; જાળ; મુશ્કેલી.

  • 5

    પતંગની દોરીઓનો કટાવ.

મૂળ

फा.

પંચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંચ

નપુંસક લિંગ

  • 1

    કોઈ વાતનો તોડ લાવવા કે લવાદ તરીકે તેનો માર્ગ વિચારવા કે તપાસીને બયાન કરવા માટે નિમાયેલા પાંચ કે તેથી વધારે માણસોનું મંડળ; લવાદ.

પંચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંચ

પુંલિંગ

  • 1

    તે મંડળનો સભ્ય-તેમાંનો એક જણ.

પંચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંચ

વિશેષણ

  • 1

    પાંચ.

પંચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંચ

નપુંસક લિંગ

  • 1

    કાગળ, ટિકિટ, ચામડું, પતરું ઇ૰માં કાણું પાડવાનું ઓજાર કે યંત્ર.

મૂળ

इं.