પચવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પચવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  હજમ થવું; જરવું.

 • 2

  અંદર સમાઈ કે મરી જવું. ઉદા૰ પાણી બધું ત્યાં પચી ગયું.

 • 3

  અંદર મગ્ન, લીન કે ફસેલું હોવું. ઉદા૰ 'પ્રીતે પચેલાં અમો વ્રજવાસી'; પ્રાણી પ્રપંચમાં શું પચી રહ્યો?.

 • 4

  લાક્ષણિક હરામનું મળવું; નિરાંતે ભોગવવાને માટે મળી જવું-પોતાને થવું.

મૂળ

सं. पच् પરથી