પડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પડવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  પતન થવું; નીચે ગરવું કે ગબડવું-ગતિ થવી.

 • 2

  જવું; પળવું. જેમ કે, આગળ પડવું, રસ્તે પડવું.

 • 3

  થવું; બનવું; નીપજવું. જેમ કે, સમજ, કામ, ખપ, શ્રમ, દુઃખ, મહેનત, ચેન ઇ૰ પડવું. ઘા, ચીરો, માર ઇ૰ પડવું. ટાઢ, તાપ, તાણ, વરસાદ ઇ૰ પડવું.

 • 4

  મુકામ કરવો; પડાવ નાંખવો; ઊતરવું.

 • 5

  લાંબા થવું; સૂવું.

 • 6

  કિંમત બેસવી; મૂલ્ય હોવું; વ્યાજ કે ભાડું હોવું.

 • 7

  લાગવું; પ્રતીત થવું; અનુભવમાં આવવું. જેમ કે, તંગ, ઢીલું, વાયડું, ગરમ ઇ૰ પડવું. સારુંનઠારું, ઓછુંવત્તુ, ઇ૰ પડવું.

 • 8

  કશામાં પેદા થવું, નીપજવું. જેમ કે, ઇયળ, જીવાત પડવી.

 • 9

  -માં મંડવું-તલ્લીન થવું.

 • 10

  ભ્રષ્ટ થવું; પતિત થવું.

 • 11

  હારવું; જિતાવું; યુદ્ધમાં મરવું. જેમ કે, કિલ્લો પડ્યો.

 • 12

  હાજરીની ગણતરીમાંથી રહી જવું; ગેરહાજરી ગણાવી. જેમ કે, નિશાળ પડવી, દિવસ પડવો.

 • 13

  અન્ય ક્રિયાપદના સામાન્ય કૃ૰ના રૂપ જોડે લાગતાં આવશ્યકતા, લાચારી કે ફરજનો ભાવ ઉમેરે છે. ઉદા૰ જવું પડશે. અથવા તેના અ૰ કૃ૰ જોડે લાગતાં અણધાર્યાપણાનો ભાવ દર્શાવે છે. ઉદા૰ તે જઈ પડ્યો, દુઃખ આવી પડ્યું. અથવા તે ક્રિયા બરોબર થઈ જવાનો ભાવ બતાવે છે. ઉદા૰ મરી પડવું; બેસી પડવું.

મૂળ

सं. पत्, प्रा. पड