પરત ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરત

અવ્યય

 • 1

  પાછું.

મૂળ

सं. प्रति? કે सं. परिवर्त, प्रा. परिअत्त પરથી? સર૰ म.

સ્ત્રીલિંગ

પરંતુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરંતુ

અવ્યય

 • 1

  પણ.

મૂળ

सं.

પર્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

પર્ત

સ્ત્રીલિંગ

 • 1

  પરત; થર; સ્તર.

 • 2

  ગડી.

મૂળ

हिं.

પૂરત ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂરત

સ્ત્રીલિંગ

 • 1

  પહેરામણીનો અધૂરો અવેજ પૂરો કરનારી રકમ.

મૂળ

'પૂરવું' પરથી

પૂરતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂરતું

વિશેષણ

 • 1

  જોઈએ તેટલું.

મૂળ

'પૂરવું' પરથી

પ્રત ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રત

સ્ત્રીલિંગ

 • 1

  (ગ્રંથની કે કોઈ લખાણની) નકલ.

 • 2

  મૂળ લખાણ; 'કોપી'.

 • 3

  પ્રકાર; જાત; વર્ગ.

મૂળ

સર૰ म. प्रत; हिं. प्रति (सं. प्रतीक?)

પ્રેત ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રેત

નપુંસક લિંગ

 • 1

  શબ.

 • 2

  સપિંડીકરણ પર્યંત મરનારને મળતું એક કલ્પિત શરીર.

 • 3

  અવગતિયો જીવ.

 • 4

  પિશાચ જેવી એક યોનિ.

મૂળ

सं.